Home> Gujarat
Advertisement
Prev
Next

કોંગ્રેસનો હાથ હતો તો અલ્પેશને મતદારોનો સાથ હતો! ભાજપમાં ભૂંડી હાર મળી, જાણો રાધનપુરમાં શું રંધાશે

Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ રાધનપુર વિધાનસભા બેઠક પર છેલ્લી ચૂંટણીઓ પર નજર  કરીએ તો આ બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે. કોંગ્રેસે 1962, 1972, 1975, 1980, 1985 અને 2017માં આ સીટ પર જીત મેળવી છે. જ્યારે બીજેપીએ વર્ષ 1998, 2002, 2007, 2012માં વિજય મેળવ્યો હતો.

કોંગ્રેસનો હાથ હતો તો અલ્પેશને મતદારોનો સાથ હતો! ભાજપમાં ભૂંડી હાર મળી, જાણો રાધનપુરમાં શું રંધાશે

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતની રાધનપુર વિધાનસભા બેઠક પર અત્યાર સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો છે. અલ્પેશ ઠાકોરને પહેલાં જે મતદારોએ જીતાડીને વિધાનસભામાં મોકલ્યાં પછી પક્ષપલટુને એ જ મતદારોએ ઘરે બેસાડ્યાં. હવે આ વખતે રાધનપુરમાં શું રંધાશે જાણો વિધાનસભાની વાતમાં... ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગવાના શરૂ થઈ ગયા છે. ત્યારે દરેક રાજકીય પક્ષો ચૂંટણીમાં જીત મેળવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. જોકે આ વખતે આમ આદમી પાર્ટીએ પણ જોરશોરથી પ્રચાર શરૂ કરવાનું કરતાં ભાજપ અને કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે. રાજકારણના ગરમાવાની પરિસ્થિતિ વચ્ચે આજે વાત કરીશું ઉત્તર ગુજરાતનમાં બનાસકાંઠા જિલ્લામાં આવેલી રાધનપુર બેઠકની. આ બેઠક પર મોટાભાગે કોંગ્રેસનો દબદબો રહ્યો છે. જ્યારે ભાજપ ચાર વખત અહીંયાથી જીત મેળવી શક્યું છે.

fallbacks

કેમ રાધનપુર બેઠક ચર્ચામાં:
બનાસકાંઠા જિલ્લામાં આવેલી રાધનપુર બેઠક ચર્ચામાં છે. કેમ કે વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પરથી અલ્પેશ ઠાકોરે મેદાનમાં ઝંપલાવ્યું હતું. જેમાં અલ્પેશ ઠાકોરે ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોરને 15,000 મતથી પરાજય આપ્યો હતો. પરંતુ આજ અલ્પેશ ઠાકોરે 2019માં કોંગ્રેસનો સાથ છોડીને કમળનો સાથ પસંદ કર્યો હતો. ત્યારબાદ રાધનપુર બેઠકની પેટાચૂંટણીમાં અલ્પેશ ઠાકોરે ભાજપની ટિકિટ પરથી ચૂંટણીમાં ઝંપલાવ્યું. પરંતુ નસીબે સાથ ન આપ્યો અને અલ્પેશ ઠાકોરનો કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ સામે કારમો પરાજય થયો.

રાધનપુરમાં ટિકિટ માટે ખેંચમતાણ:
અલ્પેશ ઠાકોર ઠાકોર સમુદાય એટલે કે ઓબીસીમાંથી આવે છે. ઓબીસી સમુદાયમાં સારું પ્રભુત્વ ધરાવે છે. અલ્પેશ ઠાકોરે હાલમાં જ રાધનપુર સીટ પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જોકે સામા પક્ષે 2017માં તેમના હાથે પરાજિત થનાર ભાજપના લવિંગજી ઠાકોર પણ મેદાનમાં છે. અલ્પેશ ઠાકોરનો જોરશોરથી વિરોધ પણ થઈ રહ્યો છે. ત્યારે એ જોવાનું રહેશે કે ભાજપ અલ્પેશ કે લવિંગજી ઠાકોરમાંથી કોને ટિકિટ આપે છે.

વિધાનસભા ચૂંટણીમાં કતારગામનો ટ્રેક રેકોર્ડઃ
વર્ષ              વિજેતા                        પક્ષ
1962       પોરણિયા દેવકરણ         કોંગ્રેસ
1967       આર.કે.જાડેજા            SWA
1972      નિર્મલા ઝવેરી               કોંગ્રેસ
1985      ખોડિયાન ઝૂલા            કોંગ્રેસ
2007      શંકરભાઈ ચૌધરી           ભાજપ
2012      નાગરજી ઠાકોર            ભાજપ
2017      અલ્પેશ ઠાકોર             કોંગ્રેસ
2019      રઘુભાઈ દેસાઈ             કોંગ્રેસ

(પેટાચૂંટણી)

રાધનપુર વિધાનસભા બેઠક પર છેલ્લી ચૂંટણીઓ પર નજર  કરીએ તો આ બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે. કોંગ્રેસે 1962, 1972, 1975, 1980, 1985 અને 2017માં આ સીટ પર જીત મેળવી છે. જ્યારે બીજેપીએ વર્ષ 1998, 2002, 2007, 2012માં વિજય મેળવ્યો હતો. રાધનપુર વિધાનસભા બેઠક પર 2, 58,424 મતદારો છે. જેમાં 1,36,646 પુરુષ મતદારો અને 1,23,777 મહિલા મતદારો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More